ધન્યવાદ તો આપો
ધન્યવાદ તો આપો
1 min
479
આ મહામારીમાં બચી ગયા છીએ,
જે પૂન્યશાળી થકી બચ્યા છીએ.
હજી તો જિંદગીની રમત અધૂરી છે,
માટે ઈશ્વરનો પાડ માનવો જરૂરી છે.
ઉછળતાં શ્વાસ ચાલે ઈશ્વર આધીન છે
ધન્યવાદ તો આપો નવો દિન દેખાડે છે.
અભિમાનથી મદહોશ થઈ ગયો છે,
પણ ઈશ્વરનાં હાથમાં જ દોર સૌની છે.
ભાવના કુદરતની સજાઓ અનોખી છે,
પાપ કરીને જાણે અભય થઈ ગયો છે.
ગુમાવીશ આપ્તજન ત્યારે સમજીશ,
ધન્યવાદ તો આપો એ જ કર્તાહર્તા છે.
ધબકતું રહે છે સમગ્રપણે જીવન જો,
એ ઈશ્વરને ધન્યવાદ તો આપજો.
