દેવદૂત
દેવદૂત
1 min
123
આવ્યા દેવદૂત બનીને ધરતી ઉપર જુઓ,
માનવનો ઉદ્ધાર કરવા અવતાર ધર્યો જુઓ.
મધર મેરીના પુત્ર બનીને આવ્યા જુઓ,
ફાધર જોસેફનાં દિકરા બનીને આવ્યા જુઓ.
જેરુસલેમ ધરતીને પાવન કરી જુઓ,
માનવ જાતને ધર્મ સમજાવ્યો જુઓ.
આવ્યો નાતાલનો રૂડો તહેવાર જુઓ,
ઈશુ ભગવાનને યાદ કરી આભાર માનીએ જુઓ.
ભાવના રંગેચંગે નાતાલ ઉજવીએ જુઓ,
બાઈબલનો સાર જીવનમાં ઉતારીએ જુઓ.
આવ્યા દેવદૂત બનીને માનવ રૂપે જુઓ,
માનવનો ઉદ્ધાર કર્યો ક્રોસ ઉપર જીવ ગુમાવ્યો જુઓ.
