દેવ દત્તાત્રેય
દેવ દત્તાત્રેય
1 min
371
આ દેવ દત્તાત્રેય આત્માનું બખ્તર છે,
માટે કળિયુગમાં દત્તબાવની ગવાય છે.
આ દત્તાત્રેય તો છે પરમ દયાળુ છે,
ભાવના સભર જીવોનું અસ્તર છે.
દત્તબાવની તો સૌને ખૂબ વ્હાલી છે,
સઘળાં દુઃખોનું એ તો મોટું નસ્તર છે.
ગુરુ દત્તાત્રેય તો દયાનો દરિયો છે,
આંખો દર્શન કરીને પાવન બને છે.
અધર્મ કરનારને ધર્મનાં માર્ગે લાવે છે,
ધર્મ તો દત્તાત્રેયની ભક્તિનું જંતર છે.
મન સદ્દગુણ ભરવાનો પટારો છે,
નહિ તો દુર્ગુણ જિંદગીનું કસ્તર છે.
અવતાર પરખાય તો ગુરુદેવ છે,
નહિતો અજબ કાલ્પનિક કથા છે.
