ડંકો વગાડ્યો
ડંકો વગાડ્યો
1 min
141
જય જય ચેહર મા તે મચાવ્યો છે શોર,
જ્યાં ને ત્યાં તારું જ નામ તણું છે જોર,
ચારેકોર તે વગાડ્યો ડંકો ચેહર માતા,
નાસ્તિક ને આસ્તિક ભાવે ભજે માતા,
નાગર કુળને અજવાળ્યું તે ચેહર મા,
અડાલજ ને ગોરના કૂવે બેઠી તું જ મા,
તૂટેલા જીવનનો તું સાંધે છે દોર માતા,
દુઃખીયાનાં દુઃખો પળમાં દૂર કરે માતા,
આખા જગતમાં ગૂંજતું નામ તારું મા,
નાનાં મોટાં સૌનાં મુખમાં તારું નામ મા,
ભાવના ચેહર તારી ગાથા શું લખે મા,
તું જ લખાવે એ જ લખી શકાય છે મા.
