દાવ રમતો જાઊં છું
દાવ રમતો જાઊં છું
1 min
13.3K
દાવ રમતો જાઊં છું,
હાર ખમતો જાઊં છું.
ભલે ના પાડે જગત,
મને ગમતો જાઊં છું.
હું નથી વાદળ છતાં,
વરસી ઝમતો જાઊં છું.
સ્થિર છું આ ભીતરે,
તો ય ભમતો જાઊં છું.
નહીં ઠરે અગ્નિ કદી,
સતત તપતો જાઊં છું.
હું ગુરુ મારો ભલો,
શબ્દ શમતો જાઊં છું.
'રશ્મિ' શું જાણું હજી,
વધુ જમતો જાઊં છું.
