ચરણોની રક્ષા
ચરણોની રક્ષા

1 min

12K
એક બાળકના ચરણ પર હાથની રક્ષા હશે,
સારથી પિતા અને આ માતની રક્ષા હશે,
કૂંપળોની જેમ ખીલીને બહારો આપશે,
દિવસો ભેગા મળીને રાતની રક્ષા હશે,
દિલ સમાં આકારમાં દેખાય છે કેવા હવે,
કોઈ જાણી ના શકે એ વાતની રક્ષા હશે,
ભેદરેખા ક્યાં અહી દેખાય છે કોઈ હવે ?
સામટા સંસારમાં આઘાતની રક્ષા હશે,
આપવા સાચું જતન કર્મો અનેકે થાય છે,
જાતની રક્ષા મહી એક જાતની રક્ષા હશે,