STORYMIRROR

Thakkar Hemakshi

Others

3  

Thakkar Hemakshi

Others

ચોમાસું બેસી ગયું

ચોમાસું બેસી ગયું

1 min
261

ચોમાસું બેસી ગયું

ખેદૂતોની આખોમાં વરસાદનો અનેરો આનંદ છવાયો,

ચારો તરફ હરિયાળી ફેલાઈ.


પહેલા વરસાદમાં માટીની સુગંધનો,

અદભૂત અનોખો અનુભવ, 

વીજળીનો ઘડઘડાટ સંભળાય.


ક્યાંક સરિતામાં રેલમછેલ થઇ જાય,

ક્યાંક મોરપીંછ સાથે મોરનો અદભુત નાચ દેખાય,

જંગલોમાં ખુશાલી છવાય.


ઠંડા પવનનો ઝોકો ઝડપથી લહેરાય.

ગરમી છુ થઇ જાય,

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય,.


પણ ક્યાંક એક બુંદની તરસ પણ રહી જાય,

ક્યાંક ચેહરા પર સ્મિત જોવા માટે પણ તરસી જવાય,

ચોમાસું બેસી ગયું


Rate this content
Log in