ચકલીબેનની જાન આવી
ચકલીબેનની જાન આવી
1 min
205
ચકલીબેનની જાન આવી
ઢોલ વાગે છે ઢમ ઢમ
જાનડીઓ સૌ નાચવા લાગી
ડિજે વાગે છે ડમ ડમ,
કબૂતરે કંસાર બનાવ્યો
ભમરાએ બનાવ્યાં ભાત
મોરે મોહનથાળ બનાવ્યો
રસોઈયા આવ્યાં સાત,
સુગરીબેને શાક બનાવ્યું
દાળ ચળે છે છમ છમ
ચકલીબેનની જાન આવી
ઢોલ વાગે છે ઢમ ઢમ,
મૈનાબેને મહેંદી મૂકી
કોયલબેને ગાયા ગીત
કાગડીબેને મેશ લગાવી
શણગારી ચોરી ને ભીંત,
જાનૈયા સૌ ગરબે ઝૂમ્યા
ધરતી ગાજે ધમ ધમ
ચકલીબેનની જાન આવી
ઢોલ વાગે છે ઢમ ઢમ.
