છટકે છે
છટકે છે
1 min
13.5K
વિચારોની શૃંખલા ક્યાં અટકે છે
જોને સમયનો તકાજો કેવો ખટકે છે,
ઓઢી પ્રણય પિછોડી વસંતની અફાટ
પ્રકૃતિનું શૃંગારી યૌવન પલાશે અટકે છે,
ગ્રહી સ્પંદનો શયદા ના અકળ હજાર
ભોગી ભ્રમર દાસ થઈ પંકજે સદા ભટકે છે,
કુસુમની પાંખુડીએ પિપાસા શબનમની
ધૂર્ત રવિના કિરણો પયૉયો તખ્તા પટકે છે,
ગૂઢ ખેલાયા દાવ તિજારતના મોત સાથે
અર્થ લાગણીઓના જોને કેવા છટકે છે!
