છતાંય લાગણી ઉભરાય...
છતાંય લાગણી ઉભરાય...
1 min
28.3K
નથી કોઇ સાથે લાવ્યું ન કોઇ સાથે લાવશે;
ન ફીકર દુનિયાની કરવી લોકો પોતાનું જ કરે છે.
નથી કોઇને સમજાતું નથી કોઇ સમજવા માંગતા;
બધા પોતાની સમજદારી વાપરે જ્યારે ગરજ બાપડી બને.
નથી હોતા બધા રસ્તા સીધા અધવચ્ચે વાંકાચુકા આવે;
એમ જ છોડે છે લોકો જ્યારે ખર્ચાય જઇએ આપણે.
અહીં બધા છે બેપરવાહ નથી કોઇને બીજાની ફીકર;
નથી હોતો સાથ ત્યારે સંભાળે છે હાથ આપણો.
નથી રડવું ઘણુંય નથી કહેવું કશુંય નથી આવવું ક્યારેય;
છતાંય લાગણી ઉભરાય જ્યારે પોતાના તરછોડી જાય.
