છે ડોક્ટર
છે ડોક્ટર
1 min
214
સ્વરૂપ ભગવાનનું છે ડોક્ટર,
ઉપનામ ભગવાનનું છે ડોક્ટર,
મૂકવા પડ્યા છે ભલે દુનિયામાં,
અભિયાન ભગવાનનું છે ડોક્ટર,
ધંધો પ્રમાણિત કરે છે અકસર,
ઈમાન ભગવાનનું છે ડોક્ટર,
લેજો ભલે ગર્વ પ્રમાણિકતાથી,
અભિમાન ભગવાનનું છે ડોક્ટર,
દુઃખ દૂર કરવા અમલ પડકારે,
પરિણામ ભગવાનનું છે ડોક્ટર,
મારે વધારવું જ છે અતિશય 'દિન',
સ્વમાન ભગવાનનું છે ડોક્ટર.

