STORYMIRROR

Purnendu Desai

Others

4  

Purnendu Desai

Others

ચ્હા

ચ્હા

1 min
210

પ્યાલા ચ્હા ના હોય ભલે, બે અલગ અલગ,

તલબ આપણી એકસરખી જ છે લગભગ લગભગ,


ઊઠતી ધૂમ્રસેરની દિશા હોઈ શકે, ક્યારેક, અલગ અલગ,

ગરમાવો ચ્હાનો બધા માટે સરખો છે લગભગ લગભગ,


હોઈ શકે, ટેસ્ટ બંનેનો પરિસ્થિતિ પ્રમાણે, અલગ અલગ,

લિજ્જત જે મળી રહી છે, સરખી છે લગભગ લગભગ,


રૂપ અને રંગથી હોઈ શકે આપણી ચ્હા, અલગ અલગ,

પ્રેમ આપણો આ ચ્હા પર સરખો છે લગભગ લગભગ,


વાતને જો સમજો 'નિપુર્ણ' તો છે ભલે અલગ અલગ,

લાગે છે સૂર આપણો એક જ રહ્યો છે લગભગ લગભગ.


Rate this content
Log in