ચેતના
ચેતના
1 min
205
જ્યાં જુઓ ત્યાં ચારેકોર ફેલાઈ છે ચેતના,
મૌસમ પર જાણે છવાઈ ગઈ છે ચેતના.
ઉડતાં પંખીઓ નિનાદ કરતા લહેરાઈ ચેતના,
ઓસની બુંદોથી પાન પાનમાં પ્રસરી ચેતના.
સાંજ ઢળે કુદરતના ખોળે પ્રસરતી ચેતના,
ઉષાના કિરણોથી ધરતી પર રેલાતી ચેતના.
પંખીઓમાં કોયલના ગુંજથી રેલાતી ચેતના,
મોરના નૃત્યથી સરગમ બની રેલાતી ચેતના.
ભાવનાના ભાવમાં લહેરાતી ચેતના,
હરિયાળીથી દિલમાં લહેરાતી ચેતના.
વરસાદના બૂંદોથી ધરતીની સોડમમાં ખીલી ચેતના,
ખેતરમાં લહેરાતા પાક જોઈને ખીલી ચેતના.
