ચેસના પાસા
ચેસના પાસા

1 min

11.7K
રમે છે રમત ખુદથી જે માણસ,
બની જાય છે બુઝતું એ ફાનસ !
ઉત્તરો એના ક્યાં છે ખુદ પાસે?
ઉકેલવાને રોજ મથે લૈ કાનસ ! !
યુગોથી રમતો આવ્યો છે સોગઠે,
નિત્ય બનતો રહ્યો છે એ ફારસ !
જિંદગી દાંડી સમ છે, -જાણે છે,
છતાંયે મળશે એક દિ' જાણે પારસ !
નદીની પાસે ઊભો રહીને પણ-
તરસ્યો રહે છે સદાયે માણસ !