ચેહરના નામનો
ચેહરના નામનો
1 min
242
ચેહર મા ના નામનો રે ઘૂંટને ને એકડો,
સદાય છે કામનો એ ઘૂંટો એકડો,
રૂપાબા એ ઘૂંટ્યો ને ચેહર મા તણો રે,
હાજરાહજૂર પરચાઓ મા એ પૂર્યા રે,
નાયણા નાગરે ઘૂંટ્યો એ એકડો રે,
પડદે વાતો કરીને નામ અમર કર્યા રે,
ભટ્ટ પરિવારે ઘૂંટ્યો એ એકડો રે,
ડગલે ને પગલે ચેહર મા સાથે રહ્યાં રે,
ભાવનાએ ઘૂંટ્યો ભાવે એકડો રે,
ચેહરનાં ગુણગાન લખી શકાય છે રે,
રમેશભાઈએ એકડો પ્રેમથી ઘૂંટ્યો રે,
ગોરના કૂવે હાજરાહજુર બેઠાં મા રે.
