ચેહર માનો સનેડો
ચેહર માનો સનેડો
એ જી... ....સનેડો સનેડો સનેડો રંગબેરંગી સનેડો,
સનેડો સનેડો મારી ચેહર માનો સનેડો.
એ...ચેહર માની માયા લાગી રંગબેરંગી સનેડો.
હમજીને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો રંગબેરંગી સનેડો.
એ..સનેડો....સનેડો,
સનેડો...સનેડો, સનેડો...સનેડો,
મારી ચેહર માનો સનેડો.
એ નાગર કુળમાં તારા બેસણા,
ને રૂપા બાના ઓરતાની દેવી.
રૂપા બાના મનની ભાવના પૂરી કરી હો,
આવીને ઘરમાં બેઠી હો ચેહર મા,
એ રૂપા બાની દેવી ચેહર માનો રંગબેરંગી સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ચેહર માનો આ સનેડો.
એ...નાયણા નાગર ને નેહ લાગ્યો એવો આ રંગબેરંગી સનેડો.
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો જીવનમાં ઉતારો આ રંગબેરંગી સનેડો.
સનેડો....સનેડો, સનેડો...સનેડો,
સનેડો...સનેડો, સનેડો...સનેડો,
આ રંગબેરંગી સનેડો.
એ વસંતપંચમીના ઉત્સવમાં માનવ મેળો ભરાય,
ને બોલે સૌ "ચેહર મા"નો જય જયકાર,
દર્શન કરીને માતના, હે...દર્શન કરીને માતના,
હે જી ભક્તો બહું હરખાય ને બોલે,
પ્રાગટ્ય દિવસની શુભેચ્છાનો સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ...સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો.
એ.. ચેહર માની મીઠી માયા લાગીનો સનેડો
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો આ સનેડો.
સનેડો....સનેડો, સનેડો...સનેડો,
સનેડો...સનેડો, સનેડો.... સનેડો.
એ નાકે નથણી સોહતી,
ને ભાલે ટીલડીનો ચમકાર માને,
નવરંગી ચુંદડી...હે..નવરંગી "ચેહર મા"નીચુંદડી,
હે જી એમાં ઝીણી ઝીણા હીરલા ચમકે,
મારી ચેહર માનો રંગબેરંગી સનેડો.
એ.સનેડો..સનેડો....
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ સનેડો સનેડો મારી ચેહર માનો સનેડો,
એ ચેહર માની માયા લાગી આ રંગબેરંગી સનેડો,
હમજીને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો આ રંગબેરંગી સનેડો.
સનેડો....સનેડો, સનેડો...સનેડો,
સનેડો...સનેડો, સનેડો...સનેડો.
હે હાથે ત્રિશૂળ ધરે
ને માવડી ને સિંહ ઉપર થયા સવાર,
ને રબારી ભરતનું પહેર્યું કાપડું ને,
હે...અમી નજર રાખી બેઠાં માવડી,
હે જી અનોખા તારા શણગારનો આ રંગબેરંગી સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ચેહર માનો સનેડો.
એ.. ચેહર માના ખોળે રમવાનો આ સનેડો.
હમજીને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો આ ચેહર મા નો સનેડો.
સનેડો....સનેડો, સનેડો....સનેડો,
સનેડો....સનેડો, સનેડો....સનેડો.
હે.. ભટ્ટ કુટુંબ તને વિનવે,
માવડી સૌના કોડ પુરજે ઓ પાવર વાળી મા,
કઠણ કાળ જોને આવીયો છે,
હે...કઠણ કાળ આવીયો જુઓ,
એ...જી.. તું જ આ કળિયુગમાં,
સાચો એક આધાર આ રંગબેરંગી સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ચેહર માનો સનેડો.
એ.. ચેહર માની લગની લાગ્યાંનો આ રંગબેરંગી સનેડો...
હમજીને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
સમજી શકાય તો સમજો આ ચેહર મા નો સનેડો...
સનેડો....સનેડો, સનેડો...સનેડો,
સનેડો...સનેડો, સનેડો..સનેડો..
એ તું જ નાયણા નાગરની પેઢીઓ તારનાર,
ને તું જ પેઢીઓ ચલાવનાર,
તું જ જાગતી જ્યોત,
તું જ નોધારાનો આધાર,
પેઢી દર પેઢી આપ્યા પરચા અપાર,
ભજીયે..હે.. અંતરના ઓરતે મા
એ તારી લીલાનો ના આવે પાર માવડીનો સનેડો..
એ..સનેડો..સનેડો,
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ભોળી ચેહર મા નો સનેડો...
એ... ચેહર મા નાં દર્શન નો આ સનેડો..
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી ને સાચા મનથી ભજો ચેહર મા નો રંગબેરંગી સનેડો.
સનેડો....સનેડો, સનેડો...સનેડો,
સનેડો...સનેડો, સનેડો..સનેડો...
