ચૈત્રી ત્રીજું નોરતું
ચૈત્રી ત્રીજું નોરતું
1 min
167
આજે ચૈત્રી ત્રીજું નોરતું થયું રે,
ત્રીજું નોરતું ફળદાયી સૌને થાય રે,
આજનાં તેજ ઔલકિક દીસે રે,
દેવીઓનાં દર્શન કરીને ધન્ય થયાં રે,
ચેહર મા નવદુર્ગા સંગે નિસર્યા રે,
રથડામાં ઘુઘરીઓ રણઝણ થાય રે,
ગોરના કૂવે અમૂલ્ય લહાવો મળ્યો રે,
ભાવના હૈયેથી સ્ક્રદાયી સ્તુતિ થાય રે,
ચૈત્રી નવરાત્રી ભક્તોને બહું ગમતી રે,
ભાવેથી ભજો તો માતા રાજી થાય રે.
