ચૈત્રી સાતમું નોરતું
ચૈત્રી સાતમું નોરતું
1 min
125
અવિરતપણે નોરતાં ચાલ્યા જતા રે,
આજે સાતમું નોરતું છલકાતું જાય રે,
રૂમઝૂમ રૂમઝૂમ ચેહર મા સખીઓ સંગે રમે રે,
દિવ્યાનંદ તણાં નોરતાં અંતર આનંદ આપે રે,
નવલાં નોરતે ભાવના લહેરમાં ભીંજાવું રે,
સાતમે નોરતે ગરબો મસ્ત બનીને મલકાતો રે,
ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન ભાવે થાતાં રે,
અવિરત રહેતું ભકિતમાં મન નિર્મળ થાતું રે,
ઓતપ્રોત થઈ નોરતામાં ગરબા મા નાં ગાતું રે,
ગોરના કૂવે ભકતો માડી નાં ગુણ ગાતાં રે.
