ચૈત્રી પાંચમું નોરતું
ચૈત્રી પાંચમું નોરતું
1 min
163
આજે ચૈત્રી પાંચમું નોરતું થયું રે,
દેવીઓને પાંચમો થયો ઉપવાસ રે,
પંચતત્વથી બનેલો આ મનખાદેહ રે,
નવરાત્રીમાં જપ, તપ અનુષ્ઠાન થાય રે,
નવલી નવરાત્રીમાં દેવીઓ રમતાં રે,
ચેહર મા સખી સંગે દશે દિશામાં ઘૂમે રે,
ભાવના દેવીઓ રીઝે રાજપાટ આપે રે,
જેવી શ્રદ્ધા રાખો એવાં ફળ મળતાં રે,
પાંચમે નોરતે દેવીઓનાં તેજ ઝળક્યા રે
એ તેજથી ભક્તોનાં દુઃખ દૂર ભાગે રે.
