ચૈત્રી છઠ્ઠું નોરતું
ચૈત્રી છઠ્ઠું નોરતું
1 min
221
આજે અંતરમાં દિવ્ય લહેરિયો ઊડતી,
આજે નવદુર્ગા નયન સમીપ ઝળહળતી,
આજે છઠ્ઠું નોરતું, છઠ્ઠો થયો ઉપવાસ,
માડીના નવલી નવરાત્રીનાં અલૂણા ઉપવાસ,
અમીભરી આંખડીમાં અમૃત ઊભરાતું,
ભાવના આ જોઈને અમ હૈયું ભીંજાતું,
ચાર, ચાર નવરાત્રિનાં જ્ઞાનદીપ પ્રગટાવ્યા,
માનવને અનુષ્ઠાન કરવા માર્ગ બતાવ્યા,
જગમાં ચેહર મા ચામુંડાનો અવતાર,
શક્તિનાં એકાવન ટુકડાથી અંબાનો અવતાર.
