ચૈત્રી આઠમ
ચૈત્રી આઠમ
1 min
123
આજે ચૈત્રી આઠમે દેવી ગરબે રમે રે,
નવ શક્તિ, નવદુર્ગા સાથે ગરબે રમે રે,
ગબ્બર ગોખે ને ચાચર ચોકે ઘૂમે રે,
સખી સહિયરો સંગ ચેહર મા રમે રે,
તાળીના તાલ નાં ઘમકારે ધરતી ધ્રૂજે રે,
નવલાં નોરતાંથી ભાવના ઊર્જા પ્રગટે રે,
સોળે સજી શણગાર દુર્ગા ગરબે રમે રે,
દેવીઓનાં પગલે ત્રણ લોક ડોલતા રે,
શત શત પ્રગટી જયોતે નવદુર્ગા રમે રે,
મુખડું માનું મલકે જોઈ ભકતો હરખે રે.
