ચારિત્ર્ય ?
ચારિત્ર્ય ?
મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવનાર
તારા ભીતર ઝાંખીને જોઈ તો લે !
ક્યાંક કપડાના સંસ્કારો ઉતર્યા મારા
તો ક્યાંક અભદ્ર વ્યવહારના તારા
તારી આંખો પરના વાસનાના ચશ્મા તો ઉતાર પહેલા
પછી ઉઠાવ સવાલો મારા ચારિત્ર્ય પરના
ના હું સતી છું કે અંદર રહેલ જ્વાળાથી ખુદ ને જલાવી શકું
ના હું સીતા કે ચારિત્ર્ય બળે ધરતીમાં સમાઈ શકું
આ પવિત્ર શરીરે બહારથી અગ્નિ પણ ક્યાં ચાંપી શકું હું ?
ઉઠેલા દરેક સવાલોએ અંદર રહેલ અગ્નિની જ્વાળામાં જલતી રહું હું
ડગલે ને પગલે આપવી પડે મને કસોટીઓ
આ તે જીવન કે કોઈ પરીક્ષા ?
પવિત્રતાનું પ્રતીક હું પોતે જ છતાં આપવા પડે પ્રમાણ મને ?
જો હોત કોઈ પ્રમાણપત્ર ચારિત્ર્યનું તો તું જ ખોટો સાબિત થાય !
હસીને જીવું જરૂર છું પણ અંદરથી દાહ કાયમ રહી છે
તે કરેલ સવાલો મારા ભીતર આજે પણ સળવળાટ કાયમ કરે છે
