બસ, જીવી જવાય છે..
બસ, જીવી જવાય છે..

1 min

188
આમ તો અધવચ્ચે જ થાકી જવાય છે,
તોય હાંફતા હાંફતા પહોંચી જવાય છે,
વર્ષો થયા જે ગલીઓ છોડી દીધી,
હજી એજ ગલીઓમાં વળી જવાય છે,
પ્રવાહી સમ રહેવામાં એ સુખ જણાયું,
અડચણો વચ્ચેથી પણ વહી જવાય છે,
રિક્તતા ને શુષ્કતા જ ફાવે છે, બસ
ઝાંઝવાઓમાં કદીક પલળી જવાય છે,
વસંત આવી કે ગઈ, ક્યાં ફરક પડે ?
પાનખર આવે તો સ્હેજ ખરી જવાય છે,
આસ્તિક છું કે નાસ્તિક, ખબર નથી
જો, ખભા પર બોજ છે, નમી જવાય છે,
સમાધાનનાં દિપકથી ઘર અજવાળ્યું,
પણ, અજવાળાથી હવે દાઝી જવાય છે,
તુટેલા બટનો, જીર્ણ કપડાં ને સંબંધો
બધું સાંધવામાં કદીક ખુદ તુટી જવાય છે,
તુટેલા સપનાની કરચો ખુંચ્યા કરે છે, ને
લોહીલુહાણ આંખે રોજ જાગી જવાય છે.