બોલો તો ખરાં
બોલો તો ખરાં
1 min
181
આમ મોં ફૂલાવ્યું છે બોલો તો ખરાં,
નાની વાતો ભૂલી ને બોલો તો ખરાં,
વાતચીત બંધ કરો એ કંઈ રસ્તો નથી,
ખોટી માથાઝીક કરવામાં લાભ નથી,
ભાવના સમજી ને કંઈ બોલો તો ખરાં,
આવું વર્તન હવે તમને શોભે છે ખરાં,
દરેક વખતે જિદ પકડી રાખો યોગ્ય નથી
ઉંમર થઈ તોય સમજદારી આવી નથી,
નારાજગી છોડો હવે તો બોલો તો ખરાં,
બીજું નહીં જય માતાજી કહો તો ખરાં.
