STORYMIRROR

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

બોલ સંભાળી જરા

બોલ સંભાળી જરા

1 min
23K


બોલ સંભાળી જરા

શબ્દ લે ખાળી જરા

કવિની તો હોય છે

વાત નિરાળી જરા


માછલી માટે જ તો

નાખશે જાળી જરા

આંખમાં વંચાય છે

રાત ક્યાં ગાળી જરા


જોઈતા ઘઊં હોય તો

રેત લે ચાળી જરા

જે ગમે નહીં હરકતો

હસી દે ટાળી જરા


સાચવે ટહૂકા હજી

આ સૂકી ડાળી જરા

'રશ્મિ' સાથે બેસજો

ઢોલિયો ઢાળી જરા


Rate this content
Log in