STORYMIRROR

Purvi Shukla

Others

5.0  

Purvi Shukla

Others

બોજ

બોજ

1 min
385


એકવાર આ બાળકનુ દફતર,

તુ ઉચકી બતાવ હે શ્યામ,

કે કહીદે ક્યારે એને મળશે આરામ.


પેલી પડવાની બીકે ફૂટપટ્ટી,

આખો 'દિ એયને ચાલતી લખાપટ્ટી લખાપટ્ટી,

એના બાળપણને વારેવારે

કેમ મળતો વિરામ.


પેલા બેટ દડોને પાચીકડા પાછોતરા ચાલે,

આખી દુનિયા ભલે મસ્તીમા મ્હાલે,

એણે તો એનુ હોમવર્ક કરવુ રહ્યું તમામ.


એકવાર આ બાળકનુ દફતર,

તુ ઉચકી બતાવ હે શ્યામ,

કે કહીદે ક્યારે એને મળશે આરામ.


Rate this content
Log in