બંધન
બંધન
1 min
846
રાધા અને કૃષ્ણના અતૂટ બંધનનું ના કોઈ નામ છે,
નિર્મળ એ પ્રેમનું સાક્ષી આખું ગોકુળિયું ગામ છે.
જ્યાં વહેતી હોય અવિરત સ્નેહ કેરી સરવાણી,
એવા સબંધને મુલવવાનું ના આપણું કામ છે.
તૃષ્ણાઓને ત્યાગીને કરી લઈએ સત્કર્મ એવાં,
તો અહીંજ વૃંદાવન મથુરાને કાશીનું ધામ છે.
હનુમાનની ભક્તિ અને શ્રધ્ધા કેરું ના કરી શકો મૂલ.
હદય ચીરીને બતાવી દેતા, સીતાએ નિરખ્યાં રામ છે.
કસોટી કેવી-કેવી કરી જાય ઈશ્વર સદા ભક્તો તણી,
નરસિંહ મીરાંને હરિશ્ર્ચંદ્રએ ચૂકવ્યા મોટા દામ છે !
