STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

ભૂરા આકાશ નીચે

ભૂરા આકાશ નીચે

1 min
967

એકવાર ભૂરા આકાશ નીચે,

એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર,

ભૂરી આંખોમાં ભાળીને હેત,

ઉમટ્યાતા વાદળના નૂર.


પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને,

ભાગ્યે દિધી અણમોલ ભેટ,

પગલામાં માણ્યા મીઠા રણકારને,

નયનોમાં ચમક્યા રે હેત.


વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં,

મન મંદિરમાં વાગ્યા રે ઘંટ,

દુનિયાને સજાવી લઈ રંગોળીને,

અમે દોડ્યા રે પ્રેમને રે પંથ.


આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો,

વિના મેઘે ગાજ્યા ગગન,

ઉરના ગોખેથી બોલી કોયલડી,

ને ભાન ભૂલ્યા પ્રેમે સજન.


આવ્યા શ્રાવણ આભલે હરખતા,

ભીંજાયા જોડવા રે નાતો,

સાત જનમનો શોધ્યો સથવારો,

તોય લોકમુખે વહી ભૂંડી વાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance