STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ભણકાર

ભણકાર

1 min
349

મધુર મિલનનો એક અણસાર છોડીને ગયા,

ને આહટમાં પણ એક ભણકાર છોડીને ગયા !


હવે શું કામ અને કોને કરૂં હું એની ફરિયાદ,

સ્મૃતિમાં આગમનનો ભણકાર છોડીને ગયા !


મારા ખાલીપામાં અથડાઈ રહ્યા એના જ પડઘા,

સૂરીલો ને ગુંજતો મૌન ભણકાર છોડીને ગયા !


હવે શોધું છું એને બેબાકળો થઈ હું ચહું ઓર,

ને હવાઓમાં આકારનો ભણકાર છોડીને ગયા !


ફૂલ જેવા કોમળ જખ્મોમાં પણ સ્મરણ એનું,

ને દર્દમાં ઉપચારનો ભણકાર છોડીને ગયા !


આ જમાનો કેવી અફવાઓ ફેલાવી રહ્યો અમારી,

ચાહતની ચકચારનો ભણકાર છોડીને ગયા !


ઝાંઝવા જોઈ ઊભી થઈ હતી એક હૈયાધારણ,

રણમાં પણ તૃપ્તિનો ભણકાર છોડીને ગયા !


ને પકડાવી એ મારા હાથમાં છીણી ને ટાંકણું,

પથ્થરમાં પરમાત્માનો ભણકાર છોડીને ગયા !


આ તે કેટલું 'પરમ' રહસ્યમયી જીવન,

શ્વાસમાં મોતનો 'પાગલ' ભણકાર છોડીને ગયા !


Rate this content
Log in