ભલું થશે
ભલું થશે


પ્રેમ જો થોડો આપશો તો ભલું થશે,
સ્વીકાર જો કરશો મારો તો ભલું થશે,
માન્યું કે હશે રાહ આપણી મુશ્કેલ,
સાથે જો થોડું ચાલશો તો ભલું થશે,
આપને જ સદાય હું જોવા માંગુ છું,
નજરમાં જો મને રાખશો તો ભલું થશે,
કહે છે લોકો કે પ્રેમને હદ હોતી નથી,
અનહદ જો પ્રેમ આપશો તો ભલું થશે,
ખૂબ મુશ્કેલીથી મળ્યાં હતા તમે મને,
સરળતાથી જો મળશો તો ભલું થશે.