ભકતો
ભકતો
1 min
140
અમે ભક્તિમાં રહેનાર માનવ છીએ,
ગોરના કૂવે આરતી ભરવી ગમે છે,
અંધકાર જીવનનો દૂર મા કરે છે
મા ઉજાગર બનાવે છે,
મા કૃપાથી આનંદ મળે છે
ચેહર મા સુખી બનાવે છે,
દુઃખમાં મા સાથે રહે છે
ભાવના પૂર્ણ કરે છે,
લખ ચોરાસીના ફેરાથી ઉગારે છે
સેવકોને લહેર કરાવે છે,
ચેહર પરચાની ધારા વહાવે છે
વ્યસનોથી દૂર રાખે છે,
માન સન્માન અપાવે છે
સૌની મનોકામના પૂર્ણ કરે છે,
ચેહર ચરણોમાં શીશ નમાવું છું
ભવસાગર પાર કરવા માંગુ છું.
