ભીતર
ભીતર
1 min
13.9K
ઘણું સંતાય છે ભીતર
વળી સચવાય છે ભીતર
કદી ઊંડે જઈ જોવો
બધું વરતાય છે ભીતર
થવાનું જે,થશે બસ તે
છતાં રઘવાય છે ભીતર
તરલ આંખે વહે,જ્યારે
હરખ છલકાય છે ભીતર
જરા પૂછો કુશળ એને
જરા કણસાય છે ભીતર
ખરા છે ! હોઠ ને ભીડી,
ભલા મલકાય છે ભીતર.
લકડનાં લાડવા ખાધા...
હવે પસતાય છે ભીતર!!