STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

2  

Ramesh Patel (Aakashdeep)

Others

ભીતર સાત સમંદર

ભીતર સાત સમંદર

1 min
29

ભીતર સાત સમંદર.....

વિશ્વ મૌન મહીં જ્યાં જંપ
રાગ  છેડતું  અંતર

ના  ઉછાળા ઓછા અંદર

ભીતર સાત સમંદર

સાંજ  સમ  ઢળતો હું ડૂબું

અનુભૂતિને     બંદર

નીરવતા  એકલ  પંડે રમે

રણઝણતું મમ જંતર


ઊર્મિ ઓચ્છવ જાણું વસંતી

વેણું ધરું અંતર અધર

સૂર નીપજતા ભાવ જગતના

ખેલે   સાત   સમંદર


માત  ખોળે હું  નાનો   શિશુ

હૂંફ  રમે  જીવનભર

આંખ  તારી  મા  છે સોમ જ

ઉછળે  સ્નેહ સમંદર

મોટપ  મનતણી  કરૂણાધર

દીધી માત  જ આંચલ

સ્નેહ  શંખલ  પકવે  મોતી

ભીતર  સાત  સમંદર


લાગણીઓ  આ   લીલીસૂકી

ગંભીર  ગહન  તવંગર

વમળ   ના   ઓછા   અંદર

ભીતર   સાત  સમંદર(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in