ભીંજાઈ ગયા
ભીંજાઈ ગયા
1 min
14
ભીંજાઈ ગયાં વસંતપંચમી રંગે,
ખીલી ગયાં સૌ ચેહર માની સંગે.
ભક્તિ કેરો લાગ્યો એવો રંગ,
રંગમાં રંગાઇ ગયાં ચેહર સંગ.
આપણે ચેહરના બાળુડા છીએ,
મમતામાં ભીંજાઈ ગયાં છીએ.
ભેદભાવ ભૂંસાઈ ગયાં સૌ અહીં,
ભાવના તારું મારું વિસરાયુ અહીં.
હાલ એવા થયા કે ચેહર ધબકે ઉરમાં,
એનાં વગર સૌ ઝંખવાઈ ગયું ઉરમાં.
સ્નેહનો સાગર તો ગોરના કુવે છે,
ચેહર જોઈને સૌ અંજાઈ ગયાં છે.
