STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ભેટ

ભેટ

1 min
360

લાગણીઓના સમર્પણ જીનલ‌, સરગમનાં,

પ્રેમપંથે સ્થાન તમારૂ.

અનેરું સમર્પણ એકમેકનાં સ્નેહનું,

એમની ભાવનાઓમાં અસ્તિત્વ મારૂ.


માતા-પિતાના સંસ્કારોનું સમર્પણ જીવનમાં ઉતાર્યું છે,

અગણિત રૂણથી જીવન ઉજળું અમારૂ.

સમજદારીના સમર્પણથી એક રાહ પર ચાલતાં,

જ્ઞાન થકી જીવન ઘડતર કરતાં વિદ્યાર્થીઓનું.


સાત ભવનું સમર્પણ સાત વર્ષ થયાં, સાત ડિસેમ્બરનાં રોજ,

ઓળખાણ પોતાની મહેનતથી બનાવી છે.

સમર્પણ મિત્રગણ સાથે પ્રેમથી રાખતાં, 

 દુ:ખ વહેંચવા સો કામ પડતાં મુકીને દોડતાં એવાં પ્રેમાળ.


સમર્પણ અર્ધાગનીના સરગમનાં,

 જીનુ કહે એ જ બ્રહ્મવાક્ય ને તુજ થકી સૂખી સંસાર મારો એ મંત્ર.

હેતપ્રીત સૌ બાળકો માટે દિલથી સમર્પણ રાખે,

 બધાંને ખુશ રાખવા જાત ઘસીને ચાલે.


અંતરના સમર્પણ કુટુંબ, પરિવાર માટે,

પરિવાર થકી ઘર ખુશખુશાલ એ વિચારસરણી..

ભાઈ બહેન માટે હૈયેથી સમર્પણ રાખે,

ઘસાઈને ઉજળા વ્યવહાર નીભાવી જાણ્યા છે..


એવાં અદકેરા સમર્પણ જીનલ, સરગમનાં છે,

નસીબદાર છીએ કે આવાં પ્રેમાળ સંતાનો મળ્યા છે.

આજે ઓવારણાં લીધાં સમર્પણથી,

રજ સરીખું દુઃખ ના પડે તમ જીવનમાં એ દિલની દુઆ છે.

આજે હરખાઈ ને કહીએ,

લગ્ન દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ બેટા.


Rate this content
Log in