STORYMIRROR

Jn Patel

Others

3  

Jn Patel

Others

ભેળસેળીયો છે માણસ

ભેળસેળીયો છે માણસ

1 min
27.6K


એક વખત જગતની મુલાકાતે

જગતાત નિકળ્યો

સાંજ પડે થાકીને નિરાંતની

પળોમાં વિચારોના વમળોમાં


ગરકાવ થઇ એક પ્રસંગને યાદ

કરી એકલો એકલો હસતો હતો...

આ દ્રશ્ય જોઇ લક્ષ્મીજીએ

સવાલ કર્યો, કોઇ કારણ ?


અરે આ કાળા માથાનો માનવી

તો જુઓ કેવો ભેળસેળીયો છે !

જ્યાં જુઓ ત્યાં મિલાવટ કરે છે

જ્યાં જુઓ ત્યાં ફાયદો જોવે છે.


જગદીશ બોલે જતો હતો

અચાનક લક્ષ્મીજએ અટકાવ્યા

ને એક સવાલ કર્યો,


તમે માણસને આકાશ, વાયુ,

અગ્નિ, જળ અને પૃથ્વી આમ

આ પાંચ તત્વની મિલાવટ

કરીને બનાવ્યો છે ને.


બસ લક્ષ્મીજી આગળ કાંઇ

બોલે એ પહેલાંજ જગતાત એક

અટ્હાસ્ય સાથે લક્ષ્મીજીના

તાલે ભળી ગયો.


Rate this content
Log in