ભારતના સપૂત વીર
ભારતના સપૂત વીર
1 min
14K
શત્રુ સાબદા થજો, શત્રુ સાબદા થજો.
સજ્જ છે ભારતના સપૂત વીરો...
શત્રુ સાબદા થજો.
અચલ અડગ આ પર્વતશો,
ઊભો અહીં જવાન...
શત્રુ સાબદા થજો.
તિરંગાને રાખી સિર, કરતો
ભારતનો જયનાદ...
શત્રુ સાબદા થજો.
દૂરબીનથી જાણી લેશે તારી,
સઘળી હિલચાલ...
શત્રુ સાબદા થજો.
હેડફોનથી પહોંચાડશે તારી,
વિગત રજેરજ...
શત્રુ સાબદા થજો.
એક ખભે દેશની સુરક્ષાનો ભાર,
ને બીજે, મીસાઈલ છે તૈયાર...
શત્રુ સાબદા થજો.
ભીતર છે આગ પ્રજ્વલિત,
તો ઠંડી શું વિસાત...
શત્રુ સાબદા થજો.
