ભારત
ભારત

1 min

87
છે નિરાળી આ જગતમાં ભવ્ય ભારત સંસ્કૃતિ,
છે મજાની આ જગતમાં ભવ્ય ભારત સંસ્કૃતિ,
ગર્વ છે, અભિમાન છે, અવતાર ભારતમાં મળ્યો,
છે ગુમાની આ જગતમાં ભવ્ય ભારત સંસ્કૃતિ,
સૂર્યસમ એ ઝળહળે છે તેજથી ચોગમ જગે,
છે સુહાની આ જગતમાં ભવ્ય ભારત સંસ્કૃતિ,
માંગલિક કાર્યો તણો ઉત્સાહ છે એમાં ભર્યો,
છે પુરાની આ જગતમાં ભવ્ય ભારત સંસ્કૃતિ,
અન્ય લોકો પણ અહીં ખેંચાય જોઈ ભવ્યતા,
છે ગજાની આ જગતમાં ભવ્ય ભારત સંસ્કૃતિ.