STORYMIRROR

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

બેઠો છું

બેઠો છું

1 min
27.7K


વ્યર્થ ઈચ્છા હટાવી બેઠો છું,

હું તો ખુદને જગાવી બેઠો છું.


આંખ મારી ઝુકાવી બેઠો છું,

ઈશને દ્વાર આવી બેઠો છું.


જાતને ઝળહળાવી બેઠો છું,

વિશ્વને હચમચાવી બેઠો છું.


હું તને દિલમાં લાવી બેઠો છું,

વાત સૌને જણાવી બેઠો છું.


કોઇ ચિંતા નથી મને આજે,

દર્દનું વખ પચાવી બેઠો છું.


સ્વર્ગ મળશે કે નર્ક પરવા નહિ,

કર્મ સૌ હું બજાવી બેઠો છું.


Rate this content
Log in