બેનકાબ
બેનકાબ
સૃષ્ટિમાં માનવજાતીએ, બાકી જીવ સૃષ્ટિ પર કબજો લીધો છે ધોરી ધરાર
બેફામ જીવતી માનવ જાતીએ, બાકી જીવ સૃષ્ટિને કર્યૉ છે ખુબ લાચાર
કુદરતે આપણને બેનકાબ કરીને, દિદાર કરાવ્યા છે સહુને અરીસો ધરીને
એટલે તો મુખ છુપાવવા દુનિયાએ લીધો છે માસ્ક અને નકાબનો આધાર
કુદરત સાથે રહીને કુદરતી જીવન જીવો, ના બનો કુદરતના ગુનેગાર
પાપ છોડીને, અમાપની જીદ છોડીને, માપમાં રહેવાનું છે યાર
કુદરત સામે છે બધા પામર, પડકાર ના હોય ક્યારેય કુદરતને
કોરોના જેવા કેટલાય વાઇરસ થકી, કુદરત મચાવી શકે છે હાહાકાર.
