બે ઘડીનો ખેલ
બે ઘડીનો ખેલ
1 min
187
આ જિંદગી પાણીનો પરપોટો છે,
મસ્ત જીવી લો બે ઘડીનો ખેલ છે,
માણ્યુને જાણ્યું એટલું જ પોતાનું છે,
બાકી ઘડીનાં છઠ્ઠા ભાગમાં જવાનું છે,
આ કાયા ને માયા બધું જ ધૂળમાં જશે,
બે ઘડીના ખેલ થકી બધું રોળાઈ જશે,
એકાએક છોડીને ભાવના જાવું પડશે,
મારું મારું કરેલું સૌ છોડી જવું પડશે,
બે ઘડીનો ખેલ સઘળું છીનવી લે છે,
આમજ બધું જ મૂકીને જવું પડે છે.
