બચાવો બનાસ
બચાવો બનાસ
થઈ જાઓ તૈયાર ભાઈઓ બહેનો થઈ જાઓ તૈયાર
દિલથી ન્યોછાવર દો તન મન ધન,
બચાવો બનાસ ભાઈઓ બહેનો બચાવો બનાસ.
માંગી રહી છે બનાસ આજે તમારુ યોગદાન
થોડો સમય આપો તમે નહી તો જીવન બેકાર.
થઈ જાઓ તૈયાર ભાઈઓ બહેનો થઈ જાઓ તૈયાર.
બચાવો બનાસ ભાઈઓ બહેનો બચાવો બનાસ.
આમાત તણી હાકલ સુણી તમે થઈ જાઓ તૈયાર.
બતાવી દો દેશ ને તમારી એકતાની મિશાલ.
થઈ જાઓ તૈયાર ભાઈઓ બહેનો થઈ જાઓ તૈયાર.
બચાવો બનાસ ભાઈઓ બહેનો બચાવો બનાસ.
વિચારવાનો સમય ગયો હવે રચો નવો ઈતિહાસ.
બચાવો બનાસ એજ ખરો નિર્ધાર.
થઈ જાઓ તૈયાર ભાઈઓ બહેનો થઈ જાઓ તૈયાર
બચાવો બનાસ ભાઈઓ બહેનો બચાવો બનાસ.
આ સ્વચ્છતા કેરી આંધી પહોચાડો
બનાસના ગામેગામ ગામના ચોરે જઈને તમે કરો એક આહવાન.
થઈ જાઓ તૈયાર ભાઈઓ બહેનો થઈ જાઓ તૈયાર
બચાવો બનાસ ભાઈઓ બહેનો બચાવો બનાસ.
જાગો જાગો હે બનાસના સંતાનો
કરે કલમથી દિનેશ(દિશ)આહવાન.
એક શિક્ષકની વેદના સાંભળશો દઈ ધ્યાન.
થઈ જાઓ તૈયાર ભાઈઓ બહેનો થઈ જાઓ તૈયાર
બચાવો બનાસ ભાઈઓ બહેનો બચાવો બનાસ.
