બાવો
બાવો
1 min
27K
સાધુ નામે જે માયાને ત્યાગતો,
એ જ માયા રાગને આલાપતો.
જેને ભૂવો, સંત માની જગ ભજે,
એ જ દુનિયાને નરકમાં નાખતો.
સ્વર્ગ સંતોના ચરણમાં હોય જો,
તો પછી બાવો શું કરવા માંગતો.
જે જગતને ઊઠાં સમજાવે ઘણાં,
કોયડો એની સમજ ના આવતો.
ત્યાગવાની વાત જે જગને કરે,
એજ લીલામાં સદાયે રાચતો.
ઘર છોડીને જે સલાહો આપતો,
એ કદી મા-બાપ ના સંભાળતો.
એમ ઇન્દ્રિયો ના વશમાં થાય ભૈ,
ભોગમાં જે રોજ ડોળા રાખતો.
