બાળપણ
બાળપણ
1 min
26.8K
તારી અને મારી વાત લખું છું
એ બાલપણની વાત લખું છું
આજ વર્ષો જુની કોઈ વાત લખું છું
તારા એ હસમુખા ચહેરાનુ એક હાસ્ય લખું છું
મનગમતી મસ્તીની એક વાત લખું છું.
જાણ્યું નહોતું કે હું શું લખું છું ?
પણ ખબર છે કે હું કઇંક લખું છું,
શબ્દ મને જડતા નથી પણ એ
દિવસની આછી યાદ લખું છું.
નટખટ નખરાંળી એ રમતી ને ભમતી,
નજરેથી ના વિસરાતી એ દિવસ ની એક વાત લખું છું
આજ પણ એ છબી નજરોથી
ખસતી નથી એ દિવસોની હુ વાત લખું છું. .....
આજ વર્ષો જૂની એક વાત લખું છું હા મને એ યાદ છે વર્ષો જૂની યાદ...
