Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Het bhatt

Classics Children

4  

Het bhatt

Classics Children

બાળપણ

બાળપણ

1 min
384


બાળપણ તો બાળપણ છે ભાઈ ! શુ કરવી એની વાત,

માનો ખોળો ખૂંદતા, પાપાની આંગળી જાલી ઉભા થતા.


દાદા દાદીના લાડકા બની, બેનીના લીધા હેત ઘણા,

રમકડાં રમતા રમતા, ઘોડિયામાંથી થોડા મોટા થયાં.


હસતા-રોતા સ્કૂલે જાતા, ઘરે આવતા દક્તરનો ઘા કરતા,

શેરીમાં મિત્રો સાથે રમતા રમતા ઘણીવાર લડી પડતા.


તારું મારું કરતા કરતાં બાથમ બાથ આવી પડતા,

ઘોડાગાડીમાં શાળાએ જતા, પાંચ પીપર એક રૂપિયાની લેતા.


ચકરડી-ભમરડી બેટ-દડે રમવાનું, ને ખુલ્લા પગે દોડવાનું,

વરસાદમાં છબછબીયા કરી, સામે સામે કીચડ ઉડાડતા.


ટાયરના પૈડાનો હીંચકો બનાવી, હીંચકા ખાતા રડી પડતા,

નહીં કોઈ ધર્મ, નહિ કોઈ ઉચ્ચ- નીચ કે ભેદભાવ.


હસતા ખેલતા રમતા સરી પડ્યા એ દિવસો,

રાજાશાહીનો શું જમાનો હતો બાળપણનો !


Rate this content
Log in