STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Others

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Others

બાકી છે

બાકી છે

1 min
420

રાત અહીં ઊંઘે છે ઓશીકે,

કોઈ કહેજો દિવસને કે જાગે આજે જરા મોડો,

મારે હજુ સપનાં જોવાં ઘણાં બાકી છે.


હજુ, હમણાં જ ઇચ્છાઓ જન્મી છે,

પાળી પોષીને કરું છું મોટી એને, તો થોભો જરા,

હજુ, એને પંપાળવાની ય બાકી છે.


ઉમટ્યા છે વિચારો ઘણા ય અહીં તો,

શું કરું ને શું ના કરું એની મથામણ મલકી રહી,

અમલમાં મૂકવાનો નિર્ણય હજુ બાકી છે.


ક્યાં છે એ ઉપદેશકો શાણા ઘણા,

વ્યવહાર અને નીતિનો રસ્તો જુઓ હાંફી રહ્યો,

રાહ જરા ભટકીને મારે રોજી કમાવી બાકી છે.


રાહ જુએ છે ઘરે નિર્દોષતા એની,

એ કાળજાની કોરને શણગારવા છે આશ ઘણી,

ગમે એવું રમકડું લઈ આપવું હજુ બાકી છે.


અત્તરોની દુકાને જવાનું નથી નસીબ,

પ્રયત્નોને છાંટી રહ્યો હું પ્રસ્વેદથી આજકાલ,

નવરા પડીને એની સુગંધ લેવી હજુ બાકી છે.


આલીશાન મહેલોની રંગત ઘણી,

 'ઘર' ની દિવાલો પર નથી ફેરવતો હજુ હાથને,

સગવડ થયેથી એને રંગવી હજુ બાકી છે.


રાત અહીં ઊંઘે છે ઓશીકે,

કોઈ કહેજો દિવસને કે જાગે આજે જરા મોડો,

મારે હજુ સપનાં જોવાં ઘણાં બાકી છે.


Rate this content
Log in