બા નો દાબડો
બા નો દાબડો
1 min
14K
બા એ સંતાડયો દાબડો
પટારાને તળિયે...
મીઠી મીઠી વાતો કરતા
સમજુ બા ડોલે...
હાથ જોડી જયશ્રી કૃષ્ણ
જૂની જૂની વાતો કરે...
હા મા હા ભણી
કામ કાજ કઢાવે
પૂ.બાપુજીને યાદ
કરી બાળકની જેમ રડે.
દિલમાં નથી કડવાશ
વાણીમાં છે મિઠાશ
સમજુબા ભોળાભોળા.
ખબર પૂછે આખી
દુનિયાની
સુખ દુઃખની વાતો કરે
બાએ સંતાડયો ડાબલો
પટારાને તળિયે...
