અવતાર
અવતાર
1 min
26.3K
માનવીના મન સુધી જે પ્હોંચવા ફાવ્યાં હશે,
અવતરણ કરતા જ તેઓ એકલા ચાલ્યાં હશે !
કર્મના બંધન હશે, એ જાણવાની જરુર ક્યાં ?
જે હશે તે ચોપડે ચિત્રગુપ્તજી લાવ્યાં હશે !
એક યુગ આખો જે પલટાવી ગયા એ ઋષિઓ,
જોશ સાથે એમના અરમાન દફનાવ્યા હશે !
વિધિ લખેલા લેખમાં પણ મેખ મારી ચાલતાં,
સાવ સામાન્ય બની માનવને બદલાવ્યાં હશે !
ભોમ છે ભારત તણી માથે ચડાવી રેતને,
આ "જગત"માં આમ અવતાર થઇ પૂજાયા હશે !
