અવનવા રંગ
અવનવા રંગ
1 min
613
અવનવા રંગોથી જિંદગી સુંદર છે,
પાણીની જેમ દરેક રંગમાં ભળે છે,
મનનાં તરંગોમાં ઊડે ગુલાલ જેવું છે,
લાગણી અવનવાં રંગોથી ભરી દે છે,
દિલની સીમા ઉપર રંગોળી દોરી છે,
જિંદગી હોળી,ધૂળેટી ઉત્સવ જેવી છે,
ભાવના ભર્યા કેસુડે સૌ ફાગ ખેલે છે,
દિલ્લગી રંગબેરંગી રંગોથી રમવાની છે,
આ અવનવાં રંગોનો તહેવાર આવ્યો છે,
મનની ઈચ્છા માછલી જેમ તરફડે છે,
ઊડે રંગ ગુલાલ એવો ઉત્સાહ સાથે છે,
વાસ્તવિક રંગો તો જીન જેવા હોય છે,
મનની ગહેરાઈમાં રંગોનો ઉત્સવ છે,
અવનવાં રંગો તો ગુલાલમય બનાવે છે.
