STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અવિરતપણે

અવિરતપણે

1 min
190

અવિરતપણે નોરતાં ચાલ્યા જતાં રે,

આજે સાતમું નોરતું છલકાતું જાય રે,‌


રૂમઝૂમ રૂમઝૂમ ચેહર મા સખીઓ સંગે રમે રે,

દિવ્યાનંદ તણાં નોરતાં અંતર આનંદ આપે રે.


નવલાં નોરતે ભાવના લહેરમાં ભીંજાવું રે,

સાતમે નોરતે ગરબો મસ્ત બનીને મલકાતો રે.


ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન ભાવે થાતાં રે,

અવિરત રહેતુ ભકિતમાં મન નિર્મળ થાતું રે.


ઓતપ્રોત થઈ નોરતામાં ગરબા મા નાં ગાતું રે,

દિવ્ય આ ઝરણું અંતરમાં માડીનાં ગુણ ગાતું રે.


Rate this content
Log in